Sunday, 17 September 2017

તમારા જન્મદિવસ ની દરેક પળ, હુ બસ એક્જ તમારી સાથ હોઇ

મળે જો વિશાલ હમસફર તમારા જેવા તો પ્રેમ ની ભરમાર હોય,
દરેક સવાર મધુર અને રાત રાની પાસે ના કોઇ ફરિયાદ જ હોઇ,
વર્ષો સુધી નુ મિલન રહે આપણુ તેમા જ રોજ ખુશ મુલકાત હોઇ,
તમારા જન્મદિવસ ની દરેક પળ, હુ બસ એક્જ તમારી સાથ હોઇ

ખુદની જ નજરથી ઉતરી જવાયુ, કોઈની નજરમાં વસતા વસતા.

ખુદની જ નજરથી ઉતરી જવાયુ,
કોઈની નજરમાં વસતા વસતા.
કોણ જાણે કેટલુ નીચુ પડી જવાયુ,
એક વિશાલ પડછાયાનો પીછો કરતા કરતા…

પ્રેમ તો કયા કોઈને જોઈ વિચારી ને થાય છે

પ્રેમ તો કયા કોઈને જોઈ વિચારી ને થાય છે
પ્રેમ મા તો પરાયા પણ પોતાના થઈ જાય છે,
ફરક જ્યારે પડે છે પ્રેમ ના વિશાલ વિચાર મા 
ત્યારે પ્રેમ ને નજર લાગી જાય છે નફરત મા - 

અહિયા સબધો સાચવવા ની હોડ મા માણસ થઇ રહેવાય છે

હોય છે સારા નસીબ જેના તેને વિશાલ પ્રેમ મળી જાય છે,
નથી મળતા હ્રદય જેના એક બિજા માટે વલખી વિખુટા થાય છે 
અહિયા સબધો સાચવવા ની હોડ મા માણસ થઇ રહેવાય છે
નથી મળતો પ્રેમ તો બાકી જિંદગી તેના વગર ઝેર થઈ જાય છે, - 

સત્ય મેવ જયતે જેવું હ્રદય લઈને ફરશો તો લોકો મજાક જ કરશે

દુનિયાની વિશાલ નજરમાં અડીખમ ચાલવાનું શીખી લો દોસ્ત,
સત્ય મેવ જયતે જેવું હ્રદય લઈને ફરશો તો લોકો મજાક જ કરશે
કારણ કે પૈસા થી જ વેચાય છે ઇમાન અને પૈસા થી જ સત્ય છે
કરુણતાજ આજ છે કે સત્ય જેવા સત્ય નો છેલે જ વિજય થાય છે -

રૂપથી અંજાયો નથી, માત્ર વિશાલ સ્નેહ થી ભીંજાયો છું…

રૂપથી અંજાયો નથી, માત્ર વિશાલ સ્નેહ થી ભીંજાયો છું…
તું ક્હે પીછો છોડ મારો હવે,કેમ કહું પડછાયો છું તારો હવે..!! 

સત્ય મેવ જયતે જેવું હ્રદય લઈને ફરશો તો લોકો મજાક જ કરશે

દુનિયાની વિશાલ નજરમાં અડીખમ ચાલવાનું શીખી લો દોસ્ત,
સત્ય મેવ જયતે જેવું હ્રદય લઈને ફરશો તો લોકો મજાક જ કરશે
કારણ કે પૈસા થી જ વેચાય છે ઇમાન અને પૈસા થી જ સત્ય છે
કરુણતાજ આજ છે કે સત્ય જેવા સત્ય નો છેલે જ વિજય થાય છે -

જ્યા જ્યા લક્ષ્મી હોય ત્યા સંસ્કાર હોય તે જરુરી નથી,

જ્યા જ્યા લક્ષ્મી હોય ત્યા સંસ્કાર હોય તે જરુરી નથી, 
પણ જ્યા જ્યા સંસ્કાર હોય ત્યા લક્ષ્મી આવે ને આવે - Vishal

માણસ ની વિશાલ માણસાઇ જોવા ક્યારેક ક્રુષ્ણ તો ક્યારેક રામ થવુ પડે છે

માણસ ની વિશાલ માણસાઇ જોવા ક્યારેક ક્રુષ્ણ તો ક્યારેક રામ થવુ પડે છે 
નથી હુ એક ખોટો સિક્કો એ પુરવાર કરવા, ઘણી વાર મારે પણ ખખડવું પડે છે. -

“બસ તારા એક જેેાવા મા” ફેર” હતાે.. “બાકી હું તારા થી કયા દુર હતાે..? ?

એક દોરીના તાતણા ને પણ વિશાલ ઝાડ પર વિટળાવવા નો વહેમ હતો 
“બસ તારા એક જેેાવા મા” ફેર” હતાે.. “બાકી હું તારા થી કયા દુર હતાે..? ? 

સમય સાથે એક વખત કોઈના દુર જવાથી કોઈનો જીવ નથી જતો,,,

સમય સાથે એક વખત કોઈના દુર જવાથી કોઈનો જીવ નથી જતો,,,
માત્ર વિશાલ લાગણીઓ ની હમેશા હત્યા થતી જ રહે છે જિંદગીભર..!! 

દિલ આપી લાગણીઓ ના સોદા થાય છે અહિયા -

કેમ કોઈ પરાયુ આમ આટલુ વહાલુ થઈ જાય છે,
કે જેના માટે આમ વિશાલ આસુઓ વહી જાય છે,
પ્રેમ કયા કોઈને જોઈ વિચારી ને થાય છે અહિયા
દિલ આપી લાગણીઓ ના સોદા થાય છે અહિયા -

તમને કયા ખબર છે આ વિશાલ દિલ મા કેટલું દર્દ છે,

તમને કયા ખબર છે આ વિશાલ દિલ મા કેટલું દર્દ છે,
બધુજ તમારી વિશાલ લાગણીઓ ની એક અસર છે
જ્યારે સામે આવે છે યાદ તમારી બધીજ એ વાત ત્યારે
હવે કેમ વિશાલ દિવસ રાત શાંત દેખાય છે તમારા વગર 

હુ માત્ર તારો પ્રેમ માંગુ છુ, શા માટે તુ પ્રેમ સાબિત કરે છે તુ,,,

વિશાલ સબંધો સાચા હોય છે શા માટે ખોટા સાબિત કરે છે તુ , 
હુ માત્ર તારો પ્રેમ માંગુ છુ, શા માટે તુ પ્રેમ સાબિત કરે છે તુ,,,

કૈદ છુ તારી યાદોમા હુ, તેમા પણ એક રવિવાર હોવો જોઇએ ......

યાદો ની સાંજ મા પણ એક વિશાલ મુલાકાત હોવી જોઇએ
કૈદ છુ તારી યાદોમા હુ, તેમા પણ એક રવિવાર હોવો જોઇએ ......

બાળપણ નો તે રવિવાર હવે નથી આવતો,

બાળપણ નો તે રવિવાર હવે નથી આવતો, 
મિત્ર પર હવે તે વિશાલ પ્રેમ નથી આવતો, 
જ્યારે રમત ની દોડ મા જોયા નહતો સમય 
હવે ઘડિયાળ મા પણ તે સમય નહી આવતો - 

મેં કફન માનીને હાથમાં લીધું, એ પણ કોઇ ના હ્રદય નુ દર્દ આપનાર કારણ નીકળ્યું

જીવન જીવવાનું એક કારણ નીકળ્યું, વિચાર્યુ ન હતુ તેવુ વિશાલ તારણ નીકળ્યું
મેં કફન માનીને હાથમાં લીધું, એ પણ કોઇ ના હ્રદય નુ દર્દ આપનાર કારણ નીકળ્યું

તારલા ઊઘડ્યાં ને મળતા આગિયા, ચાંદને જોવા અગાસી નીકળી

તરબતર આંખોય પ્યાસી નીકળી, રાતરાણીની ઉદાસી નીકળી
તારલા ઊઘડ્યાં ને મળતા આગિયા, ચાંદને જોવા અગાસી નીકળી

વિશાલ ચાંદનીની રાહ એ જોતું નથી, હ્રદય મારુ એકાંત પણે રોતું નથી

વિશાલ ચાંદનીની રાહ એ જોતું નથી, હ્રદય મારુ એકાંત પણે રોતું નથી
લોકો પાસે સપના પણ વિશાલ હોય છે, એકલું અંધારું કાંઈ પ્રેમ મા હોતું નથી

દિવસ આંખો નિકળી ગયો તે એક મુલાકાત વિસરાઇ ગઇ ...

વિશાલ નીંદરની સાથ આંખ એક પલકારો ભુલીજ ગઇ, 
સવપ્ન ભરી રાત મા એક રાત રાણી આવી ને હસાવી ગઇ,
જ્યારે આંખ ખુલી પ્રભાતે ત્યારે મન ને તે મલકાવી ગઇ,
દિવસ આંખો નિકળી ગયો તે એક મુલાકાત વિસરાઇ ગઇ ...

ઝલક એક શૂ મળી તેમની ઉડી જ ગયો એક માત્ર પંખી બની હુ

હુ એ હુજ હતો પણ ક્યા ખોવાય ગયો એક વિશાલ વલય મા હું, 
ઝલક એક શૂ મળી તેમની ઉડી જ ગયો એક માત્ર પંખી બની હુ
ભટક્યા કરુ છું શોધવા તેમને હું ઘરની આસપાસ તેમના હવે હુ,
એક તાર બનવા ગયો હુ અને આજ સુધી એક્લતા બની રહ્યો હુ -

કાયમી કબર મા શુ ? પડ્યો છે તુ એક વિશાલ માણસ જે ભગવાન પોતાને સમજી ખુશ થઇ ગયો,

કાયમી કબર મા શુ ? પડ્યો છે તુ એક વિશાલ માણસ જે ભગવાન પોતાને સમજી ખુશ થઇ ગયો,
દિવસો વીત્યા ખરાબ તારે પણ તે એક હાર ના માની, આજે વિશાલ કબરમાં સાવ એકલો પડી ગયો. ...

પડછાયો પણ સાથ તેનો છોડી જાય છે જ્યારે વિશાલ એકલતા આવી જાય છે

પડછાયો પણ સાથ તેનો છોડી જાય છે જ્યારે વિશાલ એકલતા આવી જાય છે 
રડવા માંગુ તો પણ રડી ના શકુ તારા આંસુ મારા આંખમા જ્યારે છલકાય જાય છે -

વિશાલ દિલ ના પ્રેમ મા જરા ભીંજાવને વરસાદ ના સમ છે

વિશાલ દિલ ના પ્રેમ મા જરા ભીંજાવને વરસાદ ના સમ છે
માટી ના માણસ બની રહિયે છિએ તને માટી ના જ સમ છે
તમોને રાત આખી રીટા બની રહી જવાના કોડ જો જાગ્યા
દિલ થી તમે પણ કહી દીધુ હવે જાવ ને વરસાદ ના સમ છે -

વરસતા વરસાદ મા એક તમે જ નખશીખ ભીંજાયા છો,

વરસતા વરસાદ મા એક તમે જ નખશીખ ભીંજાયા છો, 
વિશાલ દરિયા ના ખોબા મા નહિ તમે નદી મા સમાયા છો,

ગાઢ એટલાં ઊંડા થતાં જાય, જાણે એક નવા જ વિશાલ સંબંધ થતા જાય

ગાઢ એટલાં ઊંડા થતાં જાય, જાણે એક નવા જ વિશાલ સંબંધ થતા જાય,
સંબંધ સાચવાં નવી વાત થતી જાય, મળવા માટે એક રીત સમજાવી જાય

આકળવિકળ આંખ સામે વરસાદ ભીંજવે રાત સામે ,

આકળવિકળ આંખ સામે વરસાદ ભીંજવે રાત સામે , 
ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળા સનગાર સામે, 
વિશાલ વરસાદ મા હુ તને જોવુ રુપ રંગ તારી જ સામે, 
અહીં આપણે બે અને વરસાદ ભીંજવે એક મેક ને સામે.

એક વિશાલ ઇમારત એવી ચણી છે અધ્ધર, આભ અને નીચે જમીન છે,

એક વિશાલ ઇમારત એવી ચણી છે અધ્ધર, આભ અને નીચે જમીન છે, 
બે દિવાલ વચ્ચે અંધાર પટ છે અને પડછાયા ની પણ આંખ જ બંદ છે
પાંખો વીંઝી જ્યારે પંખી ઘરમા જાય છે એકલતા નો એહસાસ થાય છે,
ખબર નથી પડતી આ બધુજ જોઇને એક માણસ જ કેમ ખુશ થાય છે

મારી આંખોમાં મૌનનુ સ્વરુપ ઝલકે છે તે જોઇ તારૂ વિશાલ મુખ મલકે છે…..

મારી આંખોમાં મૌનનુ સ્વરુપ ઝલકે છે તે જોઇ તારૂ વિશાલ મુખ મલકે છે…..
એકવાર તને જોયા પછી પણ કોરી હથેળીએથી હજી તારુ નામ છલકે છે…

વરસાદ આવ્યો અને હુ જ તારી સાથે ભિંજાય ગયો,

રીતી તારી એક રીત થી હુ એવિ રીતે અંજાય ગયો, 
વરસાદ આવ્યો અને હુ જ તારી સાથે ભિંજાય ગયો, 
હૈયે હરખાય તેવો એક અનેરો સ્નેહ બંધાય પણ ગયો,
તને ખબર ના પડી વિશાલ તારા પ્રેમ મા ઘવાય ગયો 

Monday, 19 September 2016

તેની સાથે જીવવા માં એક અલગ મજા છે

કોઈ ને સારું કહેવામાં મજા છે,
તો કોઈક ને સાચું કહેવાડવા માં મજા છે,
પણ કઈ કીધા વગર બધું સમજી જાય
તેની સાથે જીવવા માં એક અલગ મજા છે - Pipavat

પાસે બોલાવી આંસુડે કોઈ ભીંજવી ગયું,

પાસે બોલાવી આંસુડે કોઈ ભીંજવી ગયું,
પોતાનો માની મને લાડ લડાવી ગયું,
બોલવાનું ભુલી ગયા આજે મારા શબ્દો,
જગતથી કોઈ અલગ નામ કોરાવી ગયું..Pipavat

સમજ્યા વગર કોઈ ને પસંદ ના કરો,

સમજ્યા વગર કોઈ ને પસંદ ના કરો,
સમજ્યા વગર કોઈ ને ગુમાવી પણ ના દિયો
કેમ કે ફિકર દિલ માં હોઈ છે શબ્દો માં નહિ,
અને ગુસ્સો શબ્દો માં હોઈ છે દિલ માં નહિ…

બાત રાખી દિલ મા, બાત કહી ના શક્યા

બાત રાખી દિલ મા, બાત કહી ના શક્યા
યાદ કર્યા ઍમણે ને શ્વાસ લઈ ના શક્યા
કોઇકે પુછયુ આ દિલ ને કે તે પ્રીત કરી કોઈને?
જાણવા છતા પણ નાં ઍમનુ અમે લાઇ ના શક્યા…

“ISHQ” મેં “FANNA” હોકર “DIL” “RANGILAA ” બનતા હે ,

“ISHQ” મેં “FANNA” હોકર “DIL” “RANGILAA ” બનતા હે ,
મગર “DAULAT KI JANG” મેં યે “GULAM” સા હોતા હે ,
યે “PARMPARA” ચલી આ રહી હે “QAYAMAT SE QAYAMAT TAK”,
મગર આજ ભી યે “BAAZI” “JO JITA VAHI SIKANDAR” હોતા હે

પણ પ્રેમ તો તમને જ કરીશ.

હા કહેશો તો સ્વીકાર કરીશ
ના કહેશો તો મહેનત કરીશ,
પણ જયારે તમારા લાયક બનીશ,
ત્યારે ફરી offer કરીશ,
પણ પ્રેમ તો તમને જ કરીશ.

હારી તો ગયા એ જે બનાવટ કરી ગયા.

મળ્યા છે જગત માં ઘણા ,
કોઈ સારા અને કોઈ નરસા ,
સારા તો મન મા વસી ગયા ,
નરસા મને નડી ગયા,,, 
જીતી ગયા એ જે જમાવટ કરી ગયા,
હારી તો ગયા એ જે બનાવટ કરી ગયા. -  Pipavat

જીદ હોઈ ત્યાં પ્રેમ ને નામે ગુલામી જન્મી લે છે...?

ચાહત એ હદે ના વધવી જોઈએ કે તમે પ્રેમી ઓછા અને ગુલામ વધુ લાગો ..
સમજણ હોઈ ત્યાં પ્રેમ પ્રજ્વલિત થઈને રહે છે
જીદ હોઈ ત્યાં પ્રેમ ને નામે ગુલામી જન્મી લે છે...?

તો તમને જીવનમાં મળશે ઘણીબધી મસ્તી

થઇ જશે દરેક ચિંતાથી મુક્તિ,
નહિ કરવી પડે મનની સાથે કુસ્તી,
જો સારા મિત્રો સાથે હશે તમારી દોસ્તી,
તો તમને જીવનમાં મળશે ઘણીબધી મસ્તી

થોડી ગેરસમજ થી સારું જીવાય છે,

થોડી ગેરસમજ થી સારું જીવાય છે,
ખુલાસા કરવાથી દુખી થવાય છે,
જીવનમાં ક્યારેક બંધ બાજી રમવી સારી…
બાકીતો ત્રણ એક્કા માં પણ હારી જવાય છે..

એકનું સંસારમાં આગમન તો બીજી સંસાર છોડી જાય છે.

શો ભેદ છે ચિતામાં ને ડોલીમાં,
ફૂલોથી શણગારાય છે,
ચાર જન વડે ઉંચકાય છે,
અને તેની પાછળ લોકો રડતા જાય છે,
પણ બંને વચ્ચે એકજ ભેદ આલેખાય છે,
એકનું સંસારમાં આગમન તો બીજી સંસાર છોડી જાય છે.

નહિતર ભુલ કાઢનાર ને તો તાજમહેલ મા પણ ખામી દેખાય છે.

ખૂબસૂરતી હમેશા જોનાર ના મન મા અને નજર મા હોય છે,
નહિતર ભુલ કાઢનાર ને તો તાજમહેલ મા પણ ખામી દેખાય છે.

જમાનો જો હોય કાળો નાગ તો હું પણ મદારીછું

જમાનો જો હોય કાળો નાગ તો હું પણ મદારીછું;
પછાડું હું ઉડતા પંખી ને એવો હું શિકારી છું.
ખરેખર બાદશાહ બેતાબ છુ આખી આલમ નો;
છતાં આપની મીઠી નજર કાજે ભિખારી છુ.

વૃક્ષ પોતાના માટે છાયા ફેલાવતો નથી,

વૃક્ષ પોતાના માટે છાયા ફેલાવતો નથી,
નદી પણ પોતાનું પાણી પીતી નથી,
જીવન મળ્યું છે તો બીજા માટે થોડું જીવી લો,
કેમ કે મૃત્યુ કોઈની રાહ જોતી નથી.

હર કામ કરના, હર કિસી કે બસ મે નહી હોતા.

હર કામ કરના, હર કિસી કે બસ મે નહી હોતા.
આગ ! લગતી હૈ વહાં, જહાં પાની નહી હોતા.
ક્યા હોતી હૈ, સુરજકી તપન, યે કૌન બતાયે ?
યે ઉનસે પુછો, જીનકે સરપર સાયા નહી હોતા.
મત લેના સરપર, કિસી “કમઝર્ફ” કા અહેશાન,
ક્યુંકી ! ઇસશે બડા કોઇ ભારી પત્થર નહી હોતા.
યુતો રાહમે ચલતેચલતે મિલ જાતે હૈ કંઇ લોગ,
મગર હર સાથ ચલને વાલા હમદમ નહી હોતા.
“બાદલ” ગરઝતે હો ક્યું ઇતના, જરા ધીર ધરો.
‘આગાઝ’ જો હોતા હૈ, વોહી ‘અંજામ’ નહી હોતા.

તલવાર જરૂરી નથી વાર કરવા માટે

તલવાર જરૂરી નથી વાર કરવા માટે
વાર તો નઝર પણ કરી લે છે
ફરક માત્ર એટલોજ છે કે તલવાર ઉઠીને વાર કરે છે
જયારે નઝર ઝુકી ને વાર કરે છે

વ્યથાની આગને સીમાડા નથી હોતા

વ્યથાની આગને સીમાડા નથી હોતા
દિલ પકવવાના નીભાડા નથી હોતા
અરે દોસ્તો એ વાત તો ઠીક છી પણ
જ્યાં દિલ બળે છે ત્યાં ધુમાડા નથી હોતા

ઘણુ શિખવી જાય છે ઝીંદગી,

ઘણુ શિખવી જાય છે ઝીંદગી,
હસવા કરતા વધારે રડાવી જાય છે ઝીંદગી..
જીવી શકાય એટલુ જીવી લો ,
કેમ કે ઘણુ બધુ બાકી રહી જાય છે,
ને પૂરી થઈ જાય છે ઝીંદગી..!

લાગે છે તરસ, પણ પાણી ક્યારેક જ મળે છે,

લાગે છે તરસ, પણ પાણી ક્યારેક જ મળે છે,
મળે છે મૃત્યુ, પણ મોક્ષ ક્યારેક જ મળે છે.
મળે છે બધા જીવનમાં, પણ સમજી શકે એવા
ક્યારેક જ મળે છે…

તું દોસ્ત બનીશ એવી ક્યાં ખબર હતી….

તું દોસ્ત બનીશ એવી ક્યાં ખબર હતી….
દોસ્તમાં પણ ખાસ બનીશ એવી ક્યાં ખબર હતી…..
તારા વગર પણ ઝીંદગી હતી…..
પણ તું જ ઝીંદગી બનીશ એવી ક્યાં ખબર હતી…

બાળપણ પાછું આપી દો મને બાળપણ પાછું જીવવું છે,

ભગવાન પાસે આજે કંઈક માંગવું છે,
બાળપણ પાછું આપી દો મને બાળપણ પાછું જીવવું છે,
ઘુટણીયા પાછા કરવા છે પા પા પગલી કરવી છે,
તેમ કરતા કરતા પડી જવું છે,
ને રડતા રડતા માં ને ખોળે પાછું બેસવું છે,
બાળપણ પાછું આપી દો મને બાળપણ પાછું જીવવું છે,
માં નો હાથ પકડીને નિશાળે પાછુ જવું છે,
ચાલુ તાસમાં મારે નાસ્તો ખાવો છે,
ને રીસેસ માં મારા મિત્રોનું ચોરીને ખાવું છે,
બાળપણ પાછું આપી દો મને બાળપણ પાછું જીવવું છે,
લેસન કર્યા વગર વર્ગમાં મારે બેસવું છે,
ને ટીચરોએ આપેલી સજા ભોગવવી છે,
ચાલુ વર્ગમાં વર્ગની બહાર ઊભા રેહવું છે,
બાળપણ પાછું આપી દો મને બાળપણ પાછું જીવવું છે,
પરીક્ષાની તૈયારીમાં રાતે ઉજાગરા કરવા છે,
મિત્રો સાથે બેસીને મારે પાછું વાંચવું છે,
ને પરીક્ષાખંડમાં બેસીને આગળ ને પાછળ ફરવું છે,
બાળપણ પાછું આપી દો મને બાળપણ પાછું જીવવું છે,
વેકેશનની મજા મારે માણવી છે,
મિત્રો સાથે ઘણી રમતો મારે રમવી છે,
રમતો માં કંઈક ચૂક થાય તો મેદાન છોડી ભાગવું છે,
બાળપણ પાછું આપી દો મને બાળપણ પાછું જીવવું છે,
આજે મોટો થઇને સંસાર ને સમાજની વચ્ચે અટવાયો છું,
તેમાંથી બે ઘડી મારે બહાર નીકળવું છે
હસતું, ખીલતું, નિઃસ્વાર્થ અને નિખાલશ બાળપણ મારે પાછું જીવવું છે,
ભગવાન પાસે આજે કંઈક માંગવું છે,
બાળપણ પાછું આપી દો મને બાળપણ પાછું જીવવું છે,
મુકતા મેઘા

આવતીકાલે શું થશે એની કોને ખબર?

આવતીકાલે શું થશે એની કોને ખબર?
બીજાના સલાહ સુચનોની કોના પર થાય છે અસર?
જીવતા વ્યક્તિની અહી નથી થતી કોઈ કદર,
ને ફૂલોથી શણગારાય છે મૃતદેહોની કબર.……………..

હર કસ્તી કા કિનારા નહિ હોતા

હર કસ્તી કા કિનારા નહિ હોતા
જિસે કરતે હે પ્યાર વો હમારા નહિ હોતા
રોતા હોગા સાગર ભી કિસી કે ઇન્તેઝાર મેં
વરના સાગર કા પાણી ખારા ના હોતા

તમને ભૂલવા નો કોઈ ઈરાદો નથી

તમને ભૂલવા નો કોઈ ઈરાદો નથી
તમારા સિવાય કોઈ નો આ દિલ પર ઈજારો નથી
કાઢી નાખ તો આ દિલ માંથી તમને પણ આ નાદાન દિલ માં કોઈ દરવાજો નથી

ખાલી હાથ આવ્યા હતા ને ખાલી હાથ જવાના,

ખાલી હાથ આવ્યા હતા ને ખાલી હાથ જવાના,
કરેલા કર્મોનું ફળ તો અહી રહી ને જ ભોગવવાના,
એટલે હમેશા સારા કર્મો કરવાના ને સ્વર્ગ સીધા જવાના,
નહિ તો જન્મો જન્મ ના ચક્કરમાં બસ આપને અટવાવાના
…………….
મુકતા મેઘા

મૌત તો માત્ર નામ થી બદનામ છે,

મૌત તો માત્ર નામ થી બદનામ છે,
બાકી તકલીફ તો સાલી જિંદગી પણ આપે છે…

આપ હંમે ભૂલ જાયે , હંમે કોઈ ગમ નહિ ,

આપ હંમે ભૂલ જાયે , હંમે કોઈ ગમ નહિ ,
આપ હંમે ભૂલ જાયે , હંમે કોઈ ગમ નહિ ,
જિસ દિન હમને આપકો ભૂલા દિયા ,
સમજ લેના ઇસ દુનિયા મેં હમ નહી.

જીવન એક પ્રવાસ છે

જીવન એક પ્રવાસ છે
મળેલા સમય માં જીવ વાનો એક પ્રયાસ છે
પ્રવાસ માં માણવા જેવી કોઈ ચીજ હોય તો મન ની મીઠાસ છે
અને છોડવા જેવી કોઈ ચીજ હોય તો મન માં રહેલી કડવાસ છે

કોઇ હસીને તો કોઇ રડીને દર્દ છુપાવે છે,

કોઇ હસીને તો કોઇ રડીને દર્દ છુપાવે છે,
કેટલાયે મારી જેમ મજબૂરીથી ચલાવે છે.
કોઇ એને જઇને જરૂરથી આટલું કહેજો,
કે મારી ધડકન એની યાદો ચલાવે છે.
આ કલમ પણ કમાલ કરે છે કાયમ જોને,
શાહીથી બસ નામ એ તેનું લખાવે છે.
દિલ હોય કે કોલસો બળ્યા પછી તો રાખ જ,
તો પછી દોસ્તી ભૂલી પ્રેમ શા માટે કરાવે છે.
પ્રેમ પણ કેવો અદભૂત કમાલ કરે છે ભલા,
ડૂબવાને આરે હતો ને છતાં તરાવે છે.
જગ્યા જ નથી હવે કોઇના માટે એના દિલમાં
દરવાજા પર જ એ ચોકી કરાવે છે.

હર કસ્તી કા કિનારા નહિ હોતા

હર કસ્તી કા કિનારા નહિ હોતા
જિસે કરતે હે પ્યાર વો હમારા નહિ હોતા
રોતા હોગા સાગર ભી કિસી કે ઇન્તેઝાર મેં
વરના સાગર કા પાણી ખારા ના હોતા

ચાર દિન ના જીવન માં લાગણી ના તાર જોડાય છે,

ચાર દિન ના જીવન માં લાગણી ના તાર જોડાય છે,
ચાર દિન જીવન બાદ તેની સોડમ રહી રેલાય છે.

તારા વિચારોની કતાર લાગી છે મનમાં,

તારા વિચારોની કતાર લાગી છે મનમાં,
ખબર નથી ક્યારે પુરી થશે એ મનમાં,
તારી યાદો નો વરસાદ લઇને આવી છે મનમાં,
ખબર નથી એ યાદો ઉભરાશે ક્યારે મનમાં,
તારા ચેહરાની છબી દેખાય છે મનમાં,
ખબર નથી એ હકીકત બનશે ક્યારે મનમાં,
બાજુમાં ઉભી છે એવો અહેસાસ કરું છુ મનમાં,
ત્યારેજ શાંતીનો અનુભવ થાય છે મનમાં,
રાત-દિવસ તનેજ યાદ કરું છુ મનમાં,
સાથ છોડી ને ચાલ્યા જશો એવી બિક છે મનમાં,

જરમર વરસાદ ની જોર થી વરસવાની એક ભાવના છે.

જરમર વરસાદ ની જોર થી વરસવાની એક ભાવના છે.
મોર ની મન મૂકી ને નાચવાની એક ભાવના છે.
મીરાં ને કૃષ્ણ ના પ્રેમ ની એક ભાવના છે.
નદી ને દરિયા ને મળવાની એક ભાવના છે.
મોરલી ને તેના મોહક સુર રેલાવવાની એક ભાવના છે.
પુષ્પ ને ભગવાન પર ચડવાની એક ભાવના છે.
મારા હ્રદય માં પણ વસી એક ભાવના છે.
પણ આ નાદાન ને જ નથી ખબર કે ભાવના ની શું ભાવના છે.

ચારે દીશા પર આજે સ્વાર્થ તાંડવ નાચ નાચી રહ્યો છે ,

ચારે દીશા પર આજે સ્વાર્થ તાંડવ નાચ નાચી રહ્યો છે ,
તેના માટે ભાઈઓ ભાઈ ને એક-મેક ને કાપી રહ્યા છે.
સંબંધો ના ચોલા પાછળ છુપી પ્રોત પ્રકાશી રહ્યો છે ,
મતલબ નીકળી ગયા બાદ ઉતારી ચોલો ચહેરો દેખાડી રહ્યો છે .

કોઈકે મને પૂછ્યું કે કેવી હોય છે માં?

કોઈકે મને પૂછ્યું કે કેવી હોય છે માં?
જવાબ માં મેં કહ્યું કે એવી હોય છે માં,
જે આપણે દુનિયા દેખાડે છે,
ભૂખી રહી છે પોતે ને આપણે જમાડે છે,
ઠંડી સહન કરીને આપણે આચળ ઓઢાડે છે,
કંઈક વાગી જાય તો આપણી સાથે રડે છે જે ………..એવી હોય છે માં
બોલતા આપણે શીખવે છે,
ચાલતા આપણે શીખવે છે,
લખતા આપણે શીખવાડે છે,
કંઈક ચૂક થાય તો આપણે મારીને પોતે દુઃખી થાય છે જે ………..એવી હોય છે માં,
આપણા મનને સમજે છે,
ઈચ્છા પૂરી કરે છે,
પપ્પાના માર થી બચાવે છે,
અસીમ પ્યાર અને મમતા છલકાવે છે જે ……એવી હોય છે માં,
નિશાળે મુકવા-લેવા આવે છે,
નાસ્તો ભરીને આપે છે,
homework માં મદદ કરે છે,
૧૦૦ શિક્ષકોની તોલે આવે છે જે …………એવી હોય છે માં
મિત્ર સમોવડી બને છે,
સારા સંસ્કાર આપે છે,
આપણું જતન કરે છે,
ને માટીના ઢગ સમાન એવા આપણે ઇન્શાન બનાવે છે જે ………..એવી હોય છે માં,
કોઈકે મને પૂછ્યું કે કેવી હોય છે માં?
જવાબમાં મેં કહ્યું કે-”જાણે ધરતી પર સાક્ષાત ભગવાન હોય” એવી હોય છે માં”
……………મુકતા મેઘા

આ તમારી લહેરાતી લટો ને જરા કાબુ માં રાખો ,

આ તમારી લહેરાતી લટો ને જરા કાબુ માં રાખો ,
આ તમારી લહેરાતી લટો ને જરા કાબુ માં રાખો ,
કેટલા દિલોને ઘાયલ કર્યા?
હવે તો માથા માં તેલ નાખો………!!!!!!!!!!!!!!

આવતા હસો છો,જતા હસો છો

આવતા હસો છો,જતા હસો છો
સવારે હસો છો,રાત્રે હસો છો
સુખમાં હસો છો,દુઃખમાં હસો છો
તમને સુ લાગે છે ???
તમે એકલા જ ક્લોસ અપ ઘસો છો.

તમારી યાદ માં સપન મુરજાય છે

ચાંદ વગર તારા મુરજાય છે
શ્વાસ વગર માનવી મુરજાય છે
પાણી વગર ફુલ મુરજાય છે
તમારી યાદ માં સપન મુરજાય છે

કોને કહ્યું કે તમે અને અમે નોખા છીએ તમે કંકુ અને અમે ચોખા છીએ

કોને કહ્યું કે તમે અને અમે નોખા છીએ તમે કંકુ અને અમે ચોખા છીએ
કોને કહ્યું કે તમે અને અમે નોખા છીએ તમે પ્રાણ અને અમે આત્મા છીએ

તારા સ્પર્શ થી તારામાં સમાઈ જાવ છું ,કોણ છું? ક્યાં છું? એ પણ ભૂલી જાવ છું.

તારા સ્પર્શ થી તારામાં સમાઈ જાવ છું ,કોણ છું? ક્યાં છું? એ પણ ભૂલી જાવ છું.
જીવંત બનું છું તારા આગમન થી અને તારા જવા થી નીસ્પર્શ બની જાવ છું…..

શુધારી લેવા જેવી છે પોતાની ભૂલ,

શુધારી લેવા જેવી છે પોતાની ભૂલ,
ભૂલી જવા જેવી છે બીજા ની ભૂલ,
એટલું માનવી કરી લે કબુલ,
તો દરરોજ ઉગે સુખના ફૂલ.

પાનખર માં વસંત થવું મને ગમે છે,

પાનખર માં વસંત થવું મને ગમે છે,
યાદો ની વર્ષા માં ભીંજાવું મને ગમે છે,
આંખ તો ભીની રેહવાની જીવનમાં,
પણ બીજાને હસાવતા રેહવું મને ગમે છે.

સંબંધ એ નથી કે, તમે કોની પાસે થી કેટલું સુખ કેટલી ખુશી મેળવો છો?

સંબંધ એ નથી કે, તમે કોની પાસે થી કેટલું સુખ કેટલી ખુશી મેળવો છો?
પણ સંબંધ તો એં છે કે, તમે કોના વિના કેટલી એકલતા અનુભવો છો.

અલગ રહી ને પણ જોડે રેહવું એ મિત્રતા છે…

જોડે ચાલવું એ સરુઆત છે …
જોડે રેહવું એ પ્રગતિ છે….
જોડે જીવવું એ ઝીંદગી છે….
જોડે મરવું એ પ્રેમ છે….
પણ અલગ રહી ને પણ જોડે રેહવું એ મિત્રતા છે…

નજર નજરમાં તફાવત છે જોઈ લો કેવો,

નજર નજરમાં તફાવત છે જોઈ લો કેવો,
નયનને દૂર ને દિલને એ પાસ લાગે છે.

ગઝલમાં સૌ વિચારો મારા દર્શાવી નથી શકતો,

ગઝલમાં સૌ વિચારો મારા દર્શાવી નથી શકતો,
ધણું સમજુ છું એવું,જે હું સમજાવી નથી સકતો.
ગયો ને જાય છે,દુ:ખનો સમય એક જ દિલાસા પર,
કે વીતેલો સમય પાછો કદી આવી નથી શકતો.

સમય પણ અજીબ પરિક્ષા કરે છે ,

સમય પણ અજીબ પરિક્ષા કરે છે ,
એક ને દર્દ આપી બીજા ની રક્ષા કરે છે…
આ હૃદય ની જીદ તો જુઓ મિત્ર,
જીંદગી માં જે નથી મળવાનું તેની જ પ્રતિક્ષા કરે છે….

મુંજાય મારું મન ત્યારે થોડી હિંમત ને થોડો વિશ્વાસ આપજો…

ડગલે ને પગલે સાથ આપજો,
આવે મુસીબત તો હાથ આપજો,
જીવન માં રેહજો સદા દોસ્ત બની ને,
મુંજાય મારું મન ત્યારે થોડી હિંમત ને થોડો વિશ્વાસ આપજો…

લાગણીઓ નો કદી પ્રચાર નથી હોતો,

લાગણીઓ નો કદી પ્રચાર નથી હોતો,
પ્રેમ કદી નિરાધાર નથી હોતો,
આંસુંઓ તો અમથા યે સરી પડે,
કાયમ કઇ માણસ દુઃખી અને લાચાર નથી હોતો…..

પ્રેમ માં પડ્યો, પણ પ્રેમ નથી થતો,

પ્રેમ માં પડ્યો, પણ પ્રેમ નથી થતો,
તને પ્રેમ કરું છુ, પણ કહી નથી શકતો,
તારા વિના નથી ગમતુ, પણ તારી સાથે રહી નથી શકતો,
રહું છુ તારી સાથે, પણ પ્રેમ નથી કરી શકતો,
કહેવું છે આટલુજ કે તને હું બહુજ પ્રેમ કરું છુ.

સામે રહો નહીં તો સપનામાં આવશો

સામે રહો નહીં તો સપનામાં આવશો
નક્કી નહીં કે કેવી ઘટનામાં આવશો
પહેલી પસંદગી છો તો એ મુજબ રહો
બહુ દુ:ખ થશે તમે જો “અથવા”માં આવશો.

Wednesday, 27 January 2016

છોગાળ છો તમે , મધુરા છો તમે

છોગાળ છો તમે , મધુરા છો તમે
તમને જોવુ, અને તમને સાંભળુ
દિપે દીપ પ્રગટાય અને અંજવાળુ થાય
પછી ભલે ને તમને ભુલી વિસરી જવાય. - પિપાવત

કવિતા ગઝલ અને શાયરી લખુ તારા યાદ મા,

કવિતા ગઝલ અને શાયરી લખુ તારા યાદ મા, 
જો પડે નજર તારી - પછી ભલે ને તુ આવે વાંક મા - પિપાવત

સારા નરસા ના ભેદ નથી જીવન મા -

સારા નરસા ના ભેદ નથી જીવન મા -
મતલબ ની આ દુનિયા મા સૌ કોય છે ભિખારી અને ફકિરી મા
----પિપાવત

મંઝિલ દુર સે તાર આગમન વગર -

મંઝિલ દુર સે તાર આગમન વગર -
કારણ આગમન ના ઉજાસ માંજ છે મારી મંઝિલ -
આવકાર છે તને હેય પ્રિયતમ - આ મંઝિલ ની રાહ પર -
હવે મંઝિલ ને શુ ખબર આ આવકાર અને આગમન તાર વગર -
--- પિપાવત

સાંજ નું સરનામુ પુછ્જો કોય,

સાંજ નું સરનામુ પુછ્જો કોય,
ચાંદ નુ સરનામુ પુછ્જો કોય,
છે અમારા તે અમારા જ રેહવાના છે,
આ અતૂટ વિશ્વાસ પર અલ્પવિરામ ના મુક્સો કોય. --- પિપાવત

વરસાદ ની મૌસમ છે, ચાલ ને ભેરુ ભિંજાય એ,

વરસાદ ની મૌસમ છે, ચાલ ને ભેરુ ભિંજાય એ,
ઘડી બે ઘડી બાળપણ ની યાદ મા જય એ,
ઢીંગ્લા અને ઢીંગ્લી નિ આ રમત મા જય એ,
માટી ના રમકડા છીયે, માટી બની જય એ.. ---- વિશાલ પિપાવત

- હે મેઘા તુ

- હે મેઘા તુ
હે મેઘા ખાંગો થાજે તારા નીર થી, પણ રોળતો નહિ આ ગરીબ ને,
જીવન અમુલ્ય છે અમુલ્ય રેહ્વવા દેજે, તારી ધાર ને શાંત રાખજે...
--- વિશાલ પિપાવત

અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે;

અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે;
તું ચમચી લઈને ઊભો છે દરિયો માગવા માટે?

છોડ દીવાને પહેલાં તું મને પ્રગટાવને,

છોડ દીવાને પહેલાં તું મને પ્રગટાવને,
આવવા તૈયાર છું, રસ્તો જરા બદલાવને.
પ્રેમની વ્યાખ્યા કરે છે એક માણસ ક્યારનો,
તું જરા એને ખૂણામાં લઈ જઈ સમજાવને.

રાખી શકું છું સૂર્યમુખી જેવી દૂરતા

રાખી શકું છું સૂર્યમુખી જેવી દૂરતા
ને તો ય ત્યાં ટકાતું નથી એવું કેમ છે ?
એની નજીક વર્ષો લગોલગ રહીને પણ
અંતર હજુ મપાતું નથી એવું કેમ છે ?

સામે રહો નહીં તો સપનામાં આવશો

સામે રહો નહીં તો સપનામાં આવશો
નક્કી નથી કે કેવી ઘટનામાં આવશો
જળનું ટીપું હશો તો ઝરણામાં આવશો
ને જો નદી થશો તો દરિયામાં આવશો - વિશાલ પિપાવત-

સંબંધ નું સરનામુ પુછ્જો કોય,

સંબંધ નું સરનામુ પુછ્જો કોય,
વહાલા ને વહાલુ કો'ન પુછ્જો કોય,
કાન કેરી ઘેલી રાધે ને નહિ મિરા ને પુછ્જો કોય,
અવિરત પ્રેમ અને લાગણી ના સંબંધ ને પુછ્જો કોય- વિશાલ પિપાવત

આજ ખબર પડી કે પ્રેમ ને પણ વહેમ હોય છે.

આજ ખબર પડી કે પ્રેમ ને પણ વહેમ હોય છે.
નજર થી પિધેલા જામ મા પણ જેર હોય છે,
અંતર ઓછુ નથી થતુ પ્રેમ મા ના મળવાથી,
પણ જોગ અને સંજોગ યે તો કુદરત ની દેણ હોય છે. - વિશાલ પિપાવત

દિલ એ એક બેવફા થી મહોબ્બત કરી લીધી,

ભૂલ કદાચ બહુ મોટી કરી લીધી,
દિલ એ એક બેવફા થી મહોબ્બત કરી લીધી,
એ તો મહોબ્બત ને રમત કહે છે,
અને અમે બરબાદ પોતાની જિંદગી કરી દીધી..

ચાલ માન્યુ કે તું પથ્થર નથી ,

ચાલ માન્યુ કે તું પથ્થર નથી ,
તોય તું એટલો સધ્ધર પણ નથી,
લોકો લૂંટી જાયછે તારા મંદિર ને,
અર્થ એનો એજ કે તુ અંદર નથી...

અવાજની મધુરતા સમજાવવા ક્યારેક પાયલ થવું પડે,

અવાજની મધુરતા સમજાવવા ક્યારેક પાયલ થવું પડે,
અને હૃદય ની વેદનાઓ સમજાવવા તમારે ક્યારેક "ઘાયલ" થવું પડે.

Tuesday, 26 January 2016

મુખડુ તારુ મલકાય છે - તે જોય મારો કાનો ઘેલો થાય છે,

મુખડુ તારુ મલકાય છે - તે જોય મારો કાનો ઘેલો થાય છે,
મુખડા મા રાધા દેખાય છે અને મારો કાનો ગેલ મા આવી જાય છે. ----- વિશાલ પિપાવત

સંધ્યા ખિલિ ને - મૌસમ નો મિજાજ બદ્લાયો છે,

સંધ્યા ખિલિ ને - મૌસમ નો મિજાજ બદ્લાયો છે,
સાંજ ને આવવા નો હજી ક્ષનિક સમય બાકી છે,
મેઘધનુષ્ય ની કિનારી યે વાલમ દેખાય છે,
તારી યાદ મા શુ ? સંધ્યા, શુ ? સાંજ, શુ ? મેઘધનુષ્ય,
બસ હવે તો તુજ બાકી બધૂ ખાલી દેખાય છે. - વિશાલ પિપાવત

સાત રંગના સપના છે તારા -

સાત રંગના સપના છે તારા - 
એક એક રંગ છે અલગ તારો
વાંચા આપવા મથુ છુ હું,
અને યે મથામણ મા સપના ભીંજાય છે તારા - વિશાલ પિપાવત